Posts

બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

Image
  બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર. ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

Image
       ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શ...

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Image
Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા

Image
 નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા: નવસારી જિલ્લો બ્યુટીફિક્શનની કામગીરી માટે રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવી બેસવા માટે બાકડા આપનાર સુફિયાનભાઈને પણ 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરાયા નવસારી,તા.૨૫: નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરવામાં અવી રહી છે. નગરપાલીકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટીંગ અને અને મ્યુરલ પેઇન્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા 'સ્વચ્છતા હિરો' તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.  સ્વચ્છતા હી સેવા "સ્વભાવ  સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ 'સ્વચ્છતા હીરો'ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર, સ્થાનિક રહેવાસીઓ, નગરપાલિકા સ્ટાફ મદદથી આ જગ્ય...

નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી

Image
નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ  નવસારી,તા.૨૫: સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સામુહિક સાફસફાઇ કરવામાં આવી રહી છે. નાગરિકોના આસ્થાનું સ્વરૂપ એવા ધાર્મિક  સ્થળો પણ સ્વચ્છ અને સુંદરતાને વરે તેવા આશયથી જનભાગીદારી સાથે ધાર્મિક સ્થળોએ સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.     નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સામુહિક પ્રયાસના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજરોજ બીલીમોરા નગરપાલીકાના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી મંદિર, સાંઇબાબા મંદિર સહિત નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. 

તાપી જિલ્લાનું ગૌરવઃદિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી

Image
 તાપી જિલ્લાનું ગૌરવઃદિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી                                                   વડાપ્રધાનશ્રીએ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી બની તાપી જિલ્લાની દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી તાપીનું ગૌરવઃ વડાપ્રધાનશ્રીએ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી બની તાપી જિલ્લાની દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી #teamtapi   @CMOGuj   @InfoGujarat   @CollectorTapi   @ddo_Tapi   pic.twitter.com/m8rZ4g9eBv — Info Tapi GoG (@infotapigog24)  September 18, 2024

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

Image
Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં ધોડિયા સમાજમાં વર્ષ 2023-2024માં ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ દેખાવ કરી સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ. પ્રદિપભાઈ ગરાસિયા, નવસારી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નવીનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કાનજીભાઈ પટેલ, મંડળના હોદ્દેદારો,સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.